Friday, July 29, 2011

ઝલ

હાથમાં કાગળ ધરીને પૂછ ના,

પ્રેમમાં આગળ વધીને પૂછ ના.

આજ જેવી કાલ કોને ના ગમે ?

રાત દિન અટકળ કરીને પૂછ ના.

વાત તારી કાન ખોલી સાંભળું,

પ્રશ્ન કોરાકટ દળીને પૂછ ના.

કૉલ આપીને ય એ ચાલ્યાં ગયાં,

કેમ છો ? એવું હસીને પૂછ ના.

સાત ભવની વારતા જૂઠ્ઠી ઠરી,

આંખમાં આંસું ભરીને પૂછ ના.

વિજય ચલાદરી

Friday, July 15, 2011


ગમતી Girl frind નું ગીત

College ના બાંકડે બઠેલી જોઈ Bike ને Brek હું મારું,
વાતોમાં Time એવો વહી જાય, ક્યાંક ઊતરી પડે અંધારું.

Jeans ને T-shirt નું કરે Mathing
એવું મારી એની વચ્ચે થાતું,
Spray ની સુગંધ એવી ફેલાય
ક્યાંક મન Lipsstitk માં સમાતું.

હળવેકથી Smile એ એવી આપે ને હૈયું ભીજાઈ જતું, પ્યારું !
College ના બાંકડે બઠેલી જોઈ Bike ને Brek હું મારું,

Sunday ની રજા ને Hotel નું ભોજન
મારી ખાધેલી Item એને બહુ ભાવે,
Talkies ને Garden મળવાનું સ્થળ
પાછી સપનામાં રોજ એ આવે.

છૂટ્ટા પડીએ ત્યારે Cell phone કેવો સાચવે સગપણ અમારું,
College ના બાંકડે બઠેલી જોઈ Bike ને Brek હું મારું,

વિજય ચલાદરી

Wednesday, July 6, 2011

જ્યારે

તમને

બધું જ

ગમવા લાગે

ત્યારે

સમજવું કે

તમારામાં

પ્રેમ

ઉદ્ભવી ચુક્યો છે.!

વિજય ચલાદરી




Cell phone વાળી નાયિકાનું ગીત

Sms તારો જોવું Inbox માં વાંચી વાંચીને રાજી થાતી,

ગલગલીયા થાય પણ કે'વાનું કોને ? પાછી હું ય શરમાતી.

Miss call ની Lotery ઓ એવી લાગે

Balance નાં પડી જાય ફાં ફાં,

Second વાળી Scheme ચાલુ હોય

વાતોમાં હોય ખાલી હાં હાં.

Sms free હોય, આંગળીયો બિચારી Send કરીને થાકી જાતી,

ગલગલીયા થાય પણ કે'વાનું કોને ? પાછી હું ય શરમાતી.

Ring tone મારી કોયલનો ટહૂકો

બીજાના Cell phone થી વગાડું,

Screen ઉપર એક Photo તારો હોય

જોઈ જોઈ આંખોને રમાડું.

દિવસમાં એકવાર આવે તારો Call, Battery law થઈ જાતી,

ગલગલીયા થાય પણ કે'વાનું કોને ? પાછી હું ય શરમાતી.

- વિજય ચલાદરી